Friday 17 March 2017

દરિયાકિનારે તારા ખોળા માં

દરિયાકિનારે તારા ખોળા માં માથું નાખી હું સુતો રહું
બળતો સુરજ ખાખ થઇ સંતાઈ જાય એ જોતો રહું
દરિયાકિનારે તારા ખોળા માં ...

ઘડપણ ની અવસ્થા એ, મારા બચેલા કેશ માં ફરતી
કરચલીઓ વાળી  તારી આંગળીઓ ને માણતો રહું
દરિયાકિનારે તારા ખોળા માં ...

સમય ના બંધનો થી પ્રોઢ બનેલા મારા પ્રિય સનમ ને
જીવન ની અંતિમ અવસ્થા સુધી  આમ ચાહતો રહું
દરિયાકિનારે તારા ખોળા માં ...

સમય સંજોગ ની મને ખબર નથી પણ ચાહું એટલું
દિલની હર એક ધડકનોમાં વસાવી તને ચાલતો રહું
દરિયાકિનારે તારા ખોળા માં ...

- ઉદયન

No comments:

Post a Comment