Friday 17 March 2017

કે હું તો તારો વાલમિયો

તારે આંગણે છે મારો મુકામ
કે હું તો તારો વાલમિયો 

તારા નૈનો નો નાજુક શણગાર
તારી બિંદી નો ઘેરો અવતાર
કે હું તો તારો વાલમિયો

રોમે રોમે છે રંગીલો રાસ
આંખ્યું ઝંખે છે પેલો સહવાસ
કે હું તો તારો વાલમિયો

કોઈ કે છે રસીલો રંગાય
એના લખણ વાતુંમાં ઝળકાય
કે હું તો તારો વાલમિયો

હવે દૂરથી ન રાતો કપાય
ગાદલું એ કટારી ઘસાય
કે હું તો તારો વાલમિયો

તારે આંગણે છે મારો મુકામ
કે હું તો તારો વાલમિયો

- ઉદયન

No comments:

Post a Comment